Produktbeschreibung
"'કાળભૈરવનાં અનુસંધાનમાં 'સોહિણી સંઘાર ' કથાને આગળ લઇ ચાલે છે. ચાવડાઓ અને સંઘારનું જે ઘોર સાગરયુધ્ઘ થવા જઇ રહ્યું હતું એમાં સંઘારની સોહિણી વહાણનાં બધા જ સઢ ફરકતા રાખી ધનુષમાંથી તીર છૂટે એમ સોમપટ્ટન તરફ ધસી રહી હતી.મોરાના સથ્થા પર એક પગ આગળ અને એક પગ પાછળ રાખી એ આંખ પર નેજવું કરી સીમમાં નજર માડી રહી હતી - છંછેડાયેલી નાગણ જાણે શત્રુને આગના તણખા જેવી આંખથી શોધી રહી હતી .એના માટે કહેવાતું કે એ સાગરમાં ગમે ત્યાંથી પ્રગટ થઇ શકે છે-પોતાના વહાણ સાથે તે હવામાં પીગળી પણ જઇ શે છે. ચાવડાઓ સામે ભયંકર દ્વેષ એના હાડે હાડમાં ભર્યો છે;તનતસેન ચાવડાનું લોહી નીગળતું મસ્તક પોતાના હાથમાં પકડી ઊભા રહેવાનો એણે નિર્ણય કર્યો છે અને સોહિણીનો નિર્ણય એટલે શેષનાગને માથે ખીલી જેવો અફર . પછી જબરો જંગ ખેલાય છે સમુદ્રમંથનની જેમ દરિયો વલોણાની જેમ ચાવડા અને સોહિણી ડહોળી નાંખે છે ;પછી શું થાય છે ;એ માટે રસ- રહસ્ય- રોમાંચની આ અદભૂત રસની કથા વાંચવી જ રહી . વિશ્વકક્ષાના સાગરકથા સર્જક ગુણવંતરાય આચાર્યની વેધક કલમે હવે પછી આના અનુસંધાનમાં 'જાવડ-ભાવડ'ભાગ ૧ - ૨ ."