Produktbeschreibung
આ પુસ્તક ભગવદ્ગીતાના દર્શન તેમજ ઉપદેશો પર આધારિત છે. એમાં તણાવ; આત્મવિશ્વાસની કમી; ચિંતાને દૂર કરીને જીવનમાં સુખ; શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ કરીને મનુષ્ય જીવનને સફળ બનાવવાના મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં એવી સલાહો અને અનુશાસિત વચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; જે એને પુસ્તકનું રૃપ પ્રદાન કરે છે. આ તમને એ જ પ્રકારે આધ્યાત્મિક અને આત્મવિશ્વાસી બનવા હેતુ પ્રેરિત કરે છે; જે પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધભૂમિમાં અર્જુનને પ્રેરિત કર્યો હતો. આ પુસ્તકમાં ખૂબ જ ઊંડાણતાથી ઈશ્વર; કાર્યની મહત્તા; મન અને વિશ્વાસમાં અંતર; જ્ઞાન અને અનાશક્તિ દ્વારા સફળતા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. ડૉ. કપિલ કક્કડ વ્યવસાયથી મનોવૈજ્ઞાનિક હોવાની સાથે-સાથે કૉર્પોરેટ પ્રશિક્ષક; સલાહકાર; પ્રેરક; લેખક તેમજ આધ્યાત્મિક ગુરુ પણ છે. તેઓ વિભિન્ન સમાચાર પત્રો; પત્રિકાઓ અને વેબસાઇટો માટે પણ લેખ લખે છે. એમણે 'માઇન્ડ કોચ' નામની ભાવનાને સંચારિત કરતી પ્રક્રિયાની પણ શોધ કરી છે. એમની આધ્યાત્મિક તેમજ વૈૈજ્ઞાનિક ટેક્નિકોના માધ્યમથી તણાવ પ્રબંધન પર કેટલાક પ્રોગ્રામ પણ તૈયાર છે; જે વ્યક્તિ વિશેષને આત્મ-વિકાસના પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે.