Produktbeschreibung
તમે માનો કે ના માનો પણ જિંદગીનું સત્ય એ છે કે, ૯૦ ટકાથી વધારે પુરુષ તેમજ મહિલાઓ ભારતમાં જ નહીં બલ્કે સંપૂર્ણ વિશ્વમાં પોતાના દિલની વાત બીજાથી નથી કહી શકતા. જ્યારે આપણે પોતાના દિલની વાત બીજાથી નથી કહી શકતા, તો એક વિચિત્ર પ્રકારની ગુંગળામણ ઉત્પન્ન થાય છે અને મન વિચલિત રહે છે. આ પુસ્તક સંપૂર્ણ માનવ જાતિના ફાયદા માટે લખવામાં આવી છે, જેથી દરેક વાચકને એ જાણ થઈ શકે કે, ફક્ત એ જ નહીં બલ્કે લાખો-કરોડો વ્યક્તિ પોતાના દિલની વાત બીજાઓથી નથી કહી શકતા. હકીકતમાં આ જિંદગીનું કડવું સત્ય છે ત્યારે એવામાં આપણે શું કરીશું? આ પ્રશ્ન વારંવાર મારા અને તમારા મનમાં આવે છે. જવાબ ખૂબ સરળ છે કે તમે પોતાના દિલની વાત પ્રભુને સમર્પિત કરી દો અને ગુંગળામણ રહિત જિંદગી વિતાવો. બીજી રીત એ છે કે, તમે ઓછામાં ઓછા પાંચ સાચા-સારા મિત્રોની શોધ પ્રારંભ કરો અને જો તમારી આ શોધ પૂરી થઈ જાય, તો સમજી લો કે તમારા જીવનમાં નવી રોશની આવશે.